કર્મકાંડ ઠીક છે, પણ જ્ઞાન વિજ્ઞાન ને પ્રેમ મહત્વની બાબત છે.

*હું છું સુંદરસાથ*

માર્ચ: અઠવાડિયું 2

આ અઠવાડિયાની ચોપાઈ શ્રી પ્રાણનાથ તારતમ વાણી શ્રી કુલજમ સ્વરૂપના ગ્રંથ ખુલાસા 13/65 માંથી લેવામાં આવી છે, જે આપણને પ્રેમને અંતિમ સાધન તેમજ સાધ્ય પરમાત્મા તરીકે જોવાની અને અપનાવવાની પ્રેરણા આપે છે અને જીવનના તમામ પાસાંઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને તેમને એકતામાં સમાવી લેવા પ્રેરે છે.

*રસમ કર્મકાંડ કી,
હુતી એતે દિન।
સો ઇલ્મ બુદ્ધજીય કે,
દઈ સબોં પ્રેમ લક્ષણ ||*

સૃષ્ટિ પર માનવ જાતિનો વિકાસ શરૂ થયો ત્યારથી તે અત્યાર સુધી, ધાર્મિક સમુદાયો મુખ્યત્વે અમુક પ્રકારના કર્મકાંડ, જપ, તપશ્ચર્યાઓ, યજ્ઞો વગેરે કરવામાં, અને પ્રાચીન શાસ્ત્રોમાં જણાવેલ ઉપાસના પદ્ધતિઓ અપનાવવા સુધી મર્યાદિત રહ્યા છે.

પરંતુ જેમ મનુષ્ય જાતિ વિકાસ કરે છે, તેમ આ રીતિ-રિવાજો અને પદ્ધતિઓમાં પણ પરંપરામાં નિહિત સત્વ સચવાઈ રહે તે રીતે બદલાવ આવે તે જરૂરી હોય છે. અને તે સર્વે વર્તમાન સમયની જરૂરિયાતો સાથે સુસંગત હોય તો આનંદ દાયી નીવડે.

એટલે, આ સમયે આપણે એ અદ્યતન આધ્યાત્મિક જ્ઞાન અને તે આધ્યાત્મિક વિજ્ઞાન, જે સમગ્ર અસ્તિત્વને માર્ગદર્શન આપવામાં સક્ષમ જણાય, તેના પર નજર રાખીએ તે અતિઆવશ્યક છે.

હવે, પરમાત્માની પરમ કૃપાથી જાગ્રત સ્વરૂપ બુદ્ધજી (the Awakened One) દ્વારા સંપૂર્ણ દૈવી પ્રેમનો માર્ગ પ્રકાશિત થયો છે. તેમણે પરમાત્મા પ્રેરિત તારતમ જ્ઞાન દ્વારા માનવજાતને પ્રેમના શુદ્ધતમ સ્વરૂપનું શ્રેષ્ઠ દાન આપ્યું છે, જે દરેક મનુષ્ય માટે ન માત્ર એક અસરકારક સાધનરૂપ છે પરંતુ સૌનું અંતિમ લક્ષ્ય પણ એ પ્રેમ જ છે.

જાગ્રત બુદ્ધજી હવે અક્ષરાતીત સ્તરના એ અનન્ય ભક્તિથી ભીંજાયેલા પ્રેમની મહત્તા સમજાવે છે, જે પરિવર્તનશીલ જગતના પ્રપંચો તથા અક્ષર બ્રહ્મના શાશ્વત આધ્યાત્મિક જગતની ઉપલબ્ધિઓથી પણ પરે છે, વિશિષ્ટ છે, સર્વાધિક શ્રેષ્ઠ છે, પરાત્પર પૂર્ણ છે.

માટે, આવો, આપણા પ્રિયતમ પ્રાણનાથનો આભાર માનીએ, જે આપણને તારતમ જ્ઞાન દ્વારા પ્રકાશિત આ પૂર્ણ પથ પર ચાલવામાં મદદ કરી રહેલ છે અને એમની મરજી મુજબ આપણને દિવ્ય અનુભૂતિઓ કરાવવા સાથે સાથે આપણું પારમાર્થિક માર્ગદર્શન કરી રહેલ છે.

સપ્રેમ પ્રણામ જી

**સદા આનંદ અને મંગલમાં રહીએ !**

સેવામાં,
નરેન્દ્ર પટેલ,
શ્રી પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાન

Comments

Popular posts from this blog

Super Integral Love of Brahmn Srishti Sundersath

Weekly Wisdom Nugget from Mahamati Prannath’s Tartam Vani