આધ્યાત્મિક અનુભવોના મુખ્ય પ્રકારો
આધ્યાત્મિક અનુભવોના મુખ્ય પ્રકારો:
આધ્યાત્મિક જ્ઞાન જો અનુભવજન્ય ન હોય તો તે શું કામનું? તેથી મહામતિના ધણી શ્રી પ્રાણનાથજીની તારતમ વાણી ક્ષર, અક્ષર અને અક્ષરાતીત - આ તમામ સ્તરોના ચેતના પ્રદેશો સંબંધી તત્વજ્ઞાનની સ્પષ્ટતા કરવાની સાથે સાથે (એટલે કે મેટાફિજિક્સ સમજાવીને) પછી ઉચિત વિધિથી ધ્યાન (મેડિટશન, ચિતવન) દ્વારા તે સર્વે ચેતના સ્તરો પર થતી સીધી અનુભૂતિઓ (ડાયરેક્ટ એક્સપીરિયન્ન્સીસ, મિસ્ટિસિઝમ)ને પણ વર્ણવે છે.
આમ, તેઓ આપણને એ બાબત સ્પષ્ટ સમજાવે છે કે આત્મ-જાગૃતિના માર્ગે આધ્યાત્મિક જ્ઞાન (સ્પિરિચુઅલ ઇન્ટેલિજન્સ) સાથે જ્યાં સુધી સીધો આધ્યાત્મિક અનુભવ (સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ) જોડાયેલો ન હોય તો તે અર્થહીન બની રહે છે.
તેથી શ્રી મહામતિજીમાં બિરાજમાન શ્રી ઇન્દ્રાવતી (પરાત્મ)ની સુરતા (આત્મા) પાતાળથી પરમધામનું વિરાટ પટ દર્શન સમજાવતાં સમજાવતાં (એટલે કે તમામ ધાર્મિક તત્વ જ્ઞાનની ધારાઓને એક તારતમ્ય શ્રૃંખલામાં જોડતાં) વચ્ચે આવતાં તે દરેક સ્તરોની અનુભૂતિઓ કરાવતાં આપણને સ્વલીલા અદ્વૈત પરમધામનું દર્શન કરાવે છે. તે પોતે સર્વે અસ્તિત્વોની સમગ્રતાનો સાક્ષાત્કાર કરી તેમને પાર પણ કરી સર્વોચ્ચ શિખરની અનુભૂતિ કરી બતાવે છે અને આપણને તેમ કરવા માટે સમજાવે પણ છે.
ઘણી વાર વ્યવહારમાં આપણે માત્ર તત્વજ્ઞાનાત્મક મનન (એટલે કે બ્રહ્મ, માયા, અને આત્માના સ્વરૂપનો વિચાર) કરી ત્રીજા પુરુષ તરીકે તારતમ વાણી મંથન કરતા રહીએ છીએ. અને આધ્યાત્મિક સાધના (એટલે કે ધ્યાન, પરમધામનો સાક્ષાત્કાર, અને પરમ પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ)માં આગળ વધવાની હિંમત નથી કરતા. બીજા શબ્દોમાં, પ્રથમ પુરુષ - સીધા અનુભવની આવશ્યકતાની અવગણના કરે છે.
તેથી જાગણીનાં આ બંને પાસાંઓની પરસ્પર પૂરકતાના લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. એવું પણ જોવા મળે છે કે ઘણો બધો સુંદરસાથ વર્ગ દિવ્ય દર્શન કરવાના લોભમાં કે ઉતાવળમાં માત્ર આધ્યાત્મિક સાધના (ધ્યાન, ભાવ વિભોર બની પોતાને અનુકૂળ સેવા આદિ) કર્યા કરે છે અને તેઓ વળી તત્વજ્ઞાનની છડેચોક ઉપેક્ષા કરતા પણ જોવામાં આવે છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખી આજે આપણે વિવિધ ધ્યાનની અનુભૂતિઓ વિશે સંક્ષિપ્તમાં સરળ રીતે વિચાર કરીશું. આ અનુભૂતિઓ સ્થૂળ જગતની હોય કે શુક્ષ્મ જગતની હોય કે પછી કારણ જગતની હોય કે પછી મહાકારણ કે નિર્મલ ચેતન સ્તરની હોય - તે સર્વેનું ક્યાંક ને ક્યાંક મહત્વ તો છે જ. તે સર્વે અનુભૂતિઓ પરસ્પર વિરોધી નહીં, પણ એક ઊંચી અનુભૂતિ તરફ જવામાં આધારરૂપ હોય તેમ મારા અનુભવમાં સમજાય છે.
સૌથી પહેલાં આધ્યાત્મિક કે રહસ્યમય અનુભવ કોણે કહેવાય તે સમજવું જરૂરી છે.
આનંદિત કરનાર દિવ્ય અનુભૂતિ ત્યારે કહેવાયજ્યારે:
સૌ મનુષ્યો જન્મજાત રીતે આ પાંચેય પ્રકારની કુદરતી ચેતનાઓ સાથે જન્મે છેઅને દરેક અવસ્થામાં થયેલ અનુભવ અલગ પ્રકારનો હોય છે:
પણ શરૂઆતમાં (જન્મતાં) તેઓ માત્ર એક જ સ્થૂલ જાગૃત અવસ્થા વિષે જાગૃત હોય છે: જ્યારે કોઈ વ્યક્તિ આ ઉપરાંતની બીજી કોઈપણ અવસ્થાનું શિખર અનુભવ કરે છે, ત્યારે એ અલૌકિક ચેતનાવસ્થાઓ સંબંધી અનુભવો તેઓને સામાન્ય રીતે પરલૌકિકતા અથવા અલૌકિકતાથી ભરપૂર લાગતા હોય છે.
વિશ્વના વિવિધ ધર્મદર્શનોમાં જોવા મળતી આ મુખ્ય અનુભતિઓ ક્રમશઃ આ પ્રમાણે મૂકી શકાય. તે સમજ્યા બાદ આપણી અનુભૂતિની ઊંચાઈ કે વિશેષતા વિષે આપણે જાણી શકીએ છીએ.
વિવિધ ધર્મદર્શનોમાં આધ્યાત્મિક અથવા રહસ્યવાદી અનુભવોના મુખ્ય પ્રકારો ક્રમશઃ આ પ્રમાણે મળે છે:
1. પ્રકૃતિ આધ્યાત્મિકતા (Nature Mysticism) – કુદરત સાથે એકતાનો જીવંત અનુભવ
2. દેવતા આધ્યાત્મિકતા (subtle Deity Mysticism)– દેવતાઓનાં સૂક્ષ્મ રૂપો સાથે એકતા કે આધ્યાત્મિક સંવાદ
3. સામાન્ય આદિપ્રતિક આધ્યાત્મિકતા (General Archetypal Mysticism)– આધ્યાત્મિક પ્રતિકો કે પુરાતન સ્વરૂપોનો અનુભવ
4. નિરાકાર આધ્યાત્મિકતા (Formless Mysticism)– કોઇ આકાર વગરના ચૈતન્યનો અનુભૂતિપર્ણ અનુભવ
5. શુદ્ધ ચેતના આધારિત આધ્યાત્મિકતા (Pure Consciousness-only Mysticism)– ફક્ત ચેતનાના નિર્મળ સ્વરૂપનું અનુભવ
6. શુદ્ધ શૂન્યતા આધ્યાત્મિકતા (Pure Emptiness Mysticism) – અંતરશૂન્ય, સાંકળમુક્ત શાંતિ અને શૂન્યતાનું સાક્ષાત્કાર
7. અદ્વિતીય (અદ્વૈત) આધ્યાત્મિકતા (Nondual Mysticism)– શુદ્ધ તત્વતા (Suchness), યથાર્થતા (Thusness), એકરસતા (One Taste) અથવા પરમ ચેતનાકીય એકતા
8. સ્વલીલા અદ્વૈત (Self-Sportive Nondual mysticism) – તારતમ જ્ઞાન પ્રકાશિત. - એક અદ્વૈત સ્વરૂપ અનેક રૂપો દ્વારા વ્યક્ત થઈ પ્રેમાનદ લીલા વિલાસમાં મગ્ન રહે છે, જ્યાંથી ઉપરોક્ત તમામ પ્રકારની અનુભૂતિઓનું તારતમ્યમાં અવતરણ થતું રહે છે.
4. B: જો તુરિયાવસ્થાના ખાલીપા, openness અથવા તેની વર્ણનાતીતતાપર વધુ ભાર આપવામાં આવે છે, તો તે શુદ્ધ શુન્ય આધ્યાત્મિકતા(Pure Emptiness Mysticism)માં પરિણમે છે, જે ઘણીવાર અગાઉની અરૂપ આધ્યાત્મિકતાની સાથે ભળી જતી જણાય છે. આ બંને "નેતિ, નેતિ" (આ નહિ, તે નહિ) કે નકારાત્મક રીતે ઓળખવી કે નિર્ગુણ(ગુણવિહિન) પ્રકારની આધ્યાત્મિકતા કહેવાય છે.
5. જો પાંચમી અવસ્થા, એટલે કે અંતિમ અદ્વૈત અવસ્થા (તુરિયાતીત) માં જાગ્રત થવાય, તો તે અદ્વૈત આધ્યાત્મિકતામાં પરિણમે છે. આ અવસ્થાને શુદ્ધ આવાપણું (પ્યોર સચનેસ), એક સ્વાદ (વન ટેસ્ટ) અથવા અંતિમ ઐક્ય ચેતના (અલ્ટિમેટ યુનિટી કોન્સિયસનેસ) કહેવામાં આવે છે. (નોટ: તારતમ જ્ઞાનના પ્રકાશમાં આ તમામ અવસ્થાઓ ક્ષર સ્તર સુધી સીમિત છે. જુઓ સંલગ્ન ચાર્ટ. અક્ષર સ્તર પર પણ આ અવસ્થાઓ અનુભવી શકાય છે, અને અક્ષરાતીત પરમધામ સ્તરની આધ્યાત્મિકતા સર્વશ્રેષ્ઠ સમજવી.)
આમ, આપણે પાંચ મુખ્ય ચેતનાવસ્થાઓમાં જે આધ્યાત્મિક અનુભવો થાય છે, તે જોયા. આ તમામ વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા ઓળખવામાં આવેલ છે. એટલું જ નહીં, તે તમામ સ્તરોની અનુભૂતિઓ થવાનો દાવો પણ તેમણે કર્યો છે.
વિશ્વભરના સમજદાર સંશોધકોને આ સર્વે "જાગૃત થવાના" (વેકિંગ અપ) અનુભવોની સમજ તો છે — પણ તેઓ ચેતનાની વિકાસ અવસ્થાઓ (ગ્રોઇંગ અપ) સાથે તે સર્વેનો સંબંધ સ્પષ્ટ રીતે જોઈ (સમજી) શક્યા નથી -કે આ સર્વે "જાગૃત થવાના" (વેકિંગ અપ) અનુભવો કેવી રીતે "વિકસવાની" અવસ્થાઓ ("ગ્રોઇંગ અપ") દ્વારા સમજાવી શકાય છે. (નોટ: આ બાબતે વધુ સ્પષ્ટતા પછી ક્યારેક કરીશું. ક્ષર જગતની તુરિયાતીત અવસ્થા પાર કરી તે સર્વે અક્ષરની અવસ્થાઓ પાર કરી પરમધામી અવસ્થાનું સ્વરૂપ કેવું હોય એ તો ખૂબ જ ગહન વિષય છે, જે વિષે ક્યારેક ભવિષ્યમાં વિચાર કરીશું.)
Comments
Post a Comment