*પરમધામ એટલે શું?*


*પરમધામ એટલે શું?*

આત્મ સંબંધી શ્રી સુંદરસાથ જી, ચાલો પરમધામનો અર્થ સમજીએ.

પરમધામ એ સર્વોચ્ચ સ્તરના સચ્ચિદાનંદ અક્ષરાતીતનું દિવ્ય ક્ષેત્ર છે. પરમધામ એટલે જ્યાં અસ્તિત્વ, પ્રેમભર્યું ચેતન અને આનંદ અક્ષરાતીત સ્તરની પરમ શુદ્ધતા સાથે સતત આનંદમય પ્રેમલીલામાં મગ્ન રહે છે. પરમધામ એ સર્વ રીતે પરિપૂર્ણ ક્ષણ-પ્રતિક્ષણ પ્રેમની જાગ્રતિનું સામ્રાજ્ય છે, જ્યાં ક્ષણનું પણ અસ્તિત્વ નથી. 

હવે, બીજી રીતે સમજીએ તો પરમધામ સચ્ચિદાનંદ પરબ્રહ્મનું સર્વોચ્ચ ધામ છે. જેવી રીતે અનંત મહાસાગરમાં અસંખ્ય તરંગો લહેરાતી હોય છે, તેમ પરમાત્મા અનંત સત્વોથી અર્થાત્ રસીલા અર્કો (એસેન્સ)થી યુક્ત રહી સંપૂર્ણ પરમધામને આનંદિત રાખે છે, આ સત્વો (બ્રહ્માત્માઓ, ખૂબ ખુશાલીઓ, પશુ પક્ષીઓ. પચીસ પક્ષ આદિ) પરમાત્માના સ્વરૂપના જીવંત પ્રતિબિંબ છે. મહામતિ જી પરબ્રહ્મના હૃદયરૂપી આયના પર ઝીલાતા આ પ્રતિબિંબોની સમગ્ર શોભાને પરમધામ કહેતા હોય એમ શ્રી મુખ વાણીના ચિંતન દ્વારા સમજાય છે.

સત્વોના દ્રષ્ટિકોણથી, પરમધામમાં કોઈ વિભાજન અથવા વિભિન્નતા નથી. માત્ર સ્પષ્ટ બહુવિધતા વચ્ચે પણ એક સરળ, અખંડ એકતા છે, જે સમયના પ્રવાહથી અસ્પર્શિત રહે છે. 

કેમ કે તમામ સત્વો શાશ્વત રૂપે પરબ્રહ્મમાં નિહિત છે, તેથી તેઓ કોઈપણ ક્ષણે તે સૌ સત્ત્વોને સંપૂર્ણ રીતે જાણ્યા વિના રહેતા નથી. આમ, પરમાત્મા તમામ સત્ત્વોને અનાદિથી  પૂર્ણતઃ જાણે છે. પરંતુ તેઓ પોતાની સ્વયં-સાપેક્ષતા દ્વારા, આ સત્ત્વોને બાહ્ય રૂપે સર્જીત સ્વરૂપોમાં પ્રતિબિંબિત થવા દે છે.

પરમાત્મા આ તમામ સત્ત્વોને તેમના સંભવિત (અવ્યક્ત) સ્વરૂપમાં જાણી લે છે અને ત્યાર પછી જ તેમને બાહ્ય રૂપે પ્રગટ કરે છે, તેમ છતાં તેઓ તે સૌને સર્જ્યા પછી પણ કોઈ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. તેથી જ આપણે પરમાત્માને સર્વજ્ઞ (ઓમિશિયન્ટ) કહીએ છીએ. 

બાહ્ય વિશ્વ — જે આ સત્વોનું જ પ્રતિબિંબ કહી શકાય છે — તે માત્ર એક છાયા રૂપ (શેડો) છે. જ્યારે પરમધામના પ્રકાશથી તે સૌનું છાયાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે; અને જ્યારે તે પ્રકાશ તેની મૂળ સ્થિતિમાં (સ્વરૂપમાં) પરત પોહોંચી જાય છે, ત્યારે આ જાગ્રત સ્વરૂપોના અંતસ્કરણમાંથી છાયાપ્રપંચ પણ અદૃશ્ય થઈ જાય છે. 

જગતમાં દેખાતાં વિવિધ રૂપોની દ્રષ્ટિએ જોતાં આપણને બધી જ વસ્તુઓ પરમાત્માથી અલગ દેખાય છે. પણ જ્યારે આપણે અંદર નજર ફેરવીને જોઈએ, ત્યારે બધી જ વસ્તુઓ અને બધાં જ રૂપો બીજું કોઈ નહિ, પણ તે પરમાત્મા સ્વયં જ હોય તેમ દેખાય છે. બાહ્ય રૂપો તો ક્યારેક અદૃશ્ય થવાના જ છે; પણ 
માત્ર આંતરિક સત્ય જ શાશ્વત નિત્ય છે.

परमधाम की अनुभूति

1. प्रेम, सुंदरता, ज्ञान और आनंद की अपारता
जहाँ प्रेम की धारा कभी सूख न जाए,
सुख की सुनहरी लहरें लौट लौट आएं।
जैसे सूरज की रौशनी हर सुबह बहे,
पर सूरज की चमक कभी भी न ढहे।

2. अभावरहित अनंत जहां, 
माँ की गोद में जैसे शिशु सुखी,
परमधाम में आत्मा रहती है प्रसन्न।
न कोई इच्छा, न कोई अधूरापन,
पूर्णता में लीन, संतोष का संग।

3. पूर्णता का हर अंश में निवास

समुद्र की बूँद में जैसे सागर,
हर अंश में है पूर्णता का आधार।
परमधाम का हर कण, हर अंश,
पूर्णता से भरा, न कोई संश। 

4. प्रेम का सदा संघर्ष-विहीन रंग,
परमधाम में न कोई संघर्ष, 
हर हृदय से उठे मधुरिम तरंग।
जैसे दीप से दीप जले रोशनी पाकर,
वैसे ही प्रेम वहाँ बढ़े, घटे ना आकार।

5. एकरूपता का मधुर मिलन
परमधाम में सबका स्वरूप एक,
एकता में लीन, न कोई भेद। 
जैसे चीनी घुल जाए जल में यों,
वैसे ही परब्रह्म में परआत्मा का विलोम।

6. अनिच्छा - कुछ चाहने की ज़रूरत नहीं
न कोई इच्छा, न कोई चाह,
पूर्णता में लीन, संतोष की राह।
माँ की गोद में जैसे बालक सजे,
वैसे ही संतोष वहाँ मन में बसे।

7. स्थायी सम्बन्ध - सदा के लिए जुड़ाव
नदी सागर से मिलकर बनती है एक,
आत्मा परमधाम में पाती है नेक।
संबंध स्थायी, न कोई विराम,
सदा के लिए जुड़ाव, परमधाम। 

8. असीमित - हर दृष्टि से परिपूर्ण
आकाश की तरह है परमधाम,
सीमा रहित, अनंत का नाम।
हर दिशा में है इसकी व्यापकता,
परिपूर्णता में है इसकी वास्तविकता। 

– परमधाम एक ऐसा धाम, 
जो प्रेम, पूर्णता और शांति का 
बस एक ही एक है सजीव प्रमाण।

Comments

Popular posts from this blog

Super Integral Love of Brahmn Srishti Sundersath

Weekly Wisdom Nugget from Mahamati Prannath’s Tartam Vani